GUJARAT : ભરૂચમાં રખડતા પશુઓનો આતંક: લોકોમાં ભય, અકસ્માતો અને આર્થિક નુકસાન વધ્યું

0
39
meetarticle

ભરૂચ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં આખલાઓ એકબીજા સાથે અથડાતા થતા વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. જેના કારણે વાહનચાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

શહેરના GIDC વિસ્તારમાં પણ રખડતા પશુઓનો ઉપદ્રવ દિવસેને દિવસે વધી રહ્યો છે. અહીં વારંવાર આખલાઓ વચ્ચે લડાઈ થતી રહે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને અહીં આવતા લોકો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા છે. રખડતા પશુઓ રસ્તા વચ્ચે દોડી આવતા અકસ્માતનીશક્યતા વધતી જાય છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ જણાવ્યું કે તંત્ર દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાના યોગ્ય પગલાં તાત્કાલિક લેવાં જોઈએ. જનસુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તાતી કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.

રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here