ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે શહેરમાં લગાવવામાં આવેલા સ્માર્ટ કેમેરાની મદદથી ચોરીના બે એક્ટિવા મોપેડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેનાથી મોપેડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પોલીસે સર્વેલન્સ અને વોચ દરમિયાન વિરેન્દ્રગીરી અરવિંદગીરી ગૌસ્વામી (ઉં.વ. ૪૫, રહે. શ્રવણ ચોકડી, ભરૂચ) ને ચોરી કરેલી એક્ટિવા સાથે શ્રવણ ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા શખ્સ પાસેથી ચોરી કરેલી બંને એક્ટિવા મોપેડ મળી આવી હતી, જેની કુલ કિંમત આશરે ₹૬૦,૦૦૦ આંકવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNS કલમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
