ભરૂચમાં એસઓજી પોલીસે શ્રવણચોકડી નજીક આવેલા રંગપ્લેટીનુમ કોમ્પ્લેક્ષમાં ચાલતા હની સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો છે. સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે.

પોલીસે સ્થળ પરથી મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના વતની અને હાલ સ્પાના મેનેજર તરીકે કામ કરતા 21 વર્ષીય અરૂણ લોદીની ધરપકડ કરી છે. સ્પાના સંચાલક ઈશિપ્ત પટેલ ફરાર થઈ ગયો છે.એસઓજીના પીએસઆઈ બી.એસ.શેલાણાને મળેલી બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને તપાસ કરાઈ હતી. તપાસમાં ખુલ્યું કે, આ સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.
સંચાલક દરેક ગ્રાહક પાસેથી મળતી રકમમાંથી 40 ટકા પોતાને રાખતો અને 60 ટકા યુવતીઓને આપતો હતો.
પોલીસે રેડ દરમિયાન ડમી ગ્રાહક દ્વારા આપેલા રૂ.1000, મોબાઈલ ફોન અને અન્ય રોકડ મળી કુલ રૂ.9500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રીવેન્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર સંચાલકની શોધખોળ શરૂ કરી છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

