ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેની એસ.ટી. લિંક સેવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ થવાથી બંને શહેરો વચ્ચે અપડાઉન કરતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે.

ભરૂચના ભોલાવ ડેપોથી શરૂ થતી આ બસ અંકલેશ્વર, ભડકોદરા, માંડવા અને અંકલેશ્વર GIDC સુધી વિસ્તરશે. મુસાફરીનું ભાડું માત્ર ₹20 નક્કી કરાયું છે. આ બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હોવાથી સમયની પણ બચત થશે. આ રૂટ પર રોજ સવારે 7:15 વાગ્યે પ્રથમ ટ્રિપ ઉપડશે અને દિવસ દરમિયાન કુલ 16 ટ્રિપ્સ ચલાવવામાં આવશે.

