ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી ચોરાયેલ એક મોટરસાયકલ સાથે એક રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. આરોપી સુનિલ પરબતભાઈ નાયક, રહે. કોસમડી, અંકલેશ્વર, અગાઉ પણ બાઈક ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે સુનિલ નાયક ચોરી કરેલી બાઈક (રજી.નં. GJ 20 AF 8204) સાથે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે પૈસાની જરૂરિયાત હોવાથી તેણે બે દિવસ પહેલાં અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી આ બાઈક ડાયરેક્ટ કરીને ચોરી કરી હતી. તે આજે આ બાઈક વેચવા માટે જ પ્રતિન ચોકડી આવ્યો હતો.
આ કાર્યવાહીથી અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલાઈ ગયો છે. પોલીસે આરોપી સુનિલ નાયક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

