ભરૂચ SOGએ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી શ્યામવીર ઉર્ફે ચમનુ ભૈયા શ્રીરામઅવતાર કુસ્વાહાને સુરત ગ્રામ્યમાંથી ઝડપી પાડયો છે. આ આરોપી ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો.

SOG ભરૂચને બાતમી મળી હતી કે, આરોપી શ્યામવીર ઉર્ફે ચમનુ ભૈયા હાલ મોસાલી, નવી નગરી ખાતે હનીફભાઈના ભંગારના ગોડાઉન પાસે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આરોપી મળી આવતા, તેના નામ-ઠામની ખાતરી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો હતો અને કાયદેસર કાર્યવાહી હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ તપાસ માટે આરોપીને ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી શ્યામવીર ઉર્ફે ચમનુ ભૈયા શ્રીરામઅવતાર કુસ્વાહા મોસાલી, તા. માંગરોળ, જિ. સુરતનો રહેવાસી છે અને મૂળ ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના ગૌરીયાપુરનો વતની છે.

