ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે પણ બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયેલી એક બેઠકમાં આ અંગેનું આયોજન ઘડવામાં આવ્યું હતું.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ૨૪, ૨૫, ૨૭ અને ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં આ વિજ્ઞાન મેળા યોજાશે. આ મેળામાં નિર્ણાયકો અલગ-અલગ તાલુકામાં જઈને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરશે.
બેઠકમાં એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે જિલ્લા કક્ષાનું બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન દિવાળીના તહેવારો બાદ યોજવામાં આવે, જેથી તેની તારીખ હાલમાં નક્કી કરવામાં આવી નથી. આ મેળા થકી બાળકોની છુપી પ્રતિભાને બહાર લાવવા અને તેમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપવાનો હેતુ છે.

