ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગુંથતી આમ આદમી પાર્ટી (AAP) આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીને લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે.

કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે, આ કંપની બેન્ક ઓફ કર્ણાટક પાસેથી અમે કાયદેસર હરાજીમાં ખરીદી છે. જૂના ડ્રગ્સ કેસ સાથે અમારો કોઈ સંબંધ નથી.
જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈે ચૈત્ર વસાવા અને AAP પર આરોપ મૂક્યો કે, સરકાર વિરુદ્ધ લડવા મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે.
👉AAPનું નૈતિક પાઠફેલ: પોતાના જ આગેવાનો દારૂ કાંડમાં ઝડપાયા
એક તરફ AAP જાહેરમાં નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે, પરંતુ બીજી તરફ તેમના પોતાના જ હોદ્દેદારો દારૂના કૌભાંડમાં ઝડપાઈ રહ્યા છે. AAP જિલ્લા પ્રમુખ (નર્મદા) નિરંજન વસાવાના ભાઈ દારૂ વેચતાં રંગેહાથ ઝડપાયા. ઝઘડિયા તાલુકામાં AAPના એક આગેવાનના ઘરમાંથી 109 દારૂની બોટલો મળી આવી.
AAP દ્વારા સરકાર પર કરવામાં આવતા આક્ષેપો વચ્ચે આ ઘટનાઓએ પાર્ટીના નૈતિક હકને સવાલોમાં મૂકી દીધું છે.
👉સરકારની Zero Tolerance નીતિ સામે AAPની ખોટી વાર્તાઓ
પોલીસે ઓગસ્ટ 2022 માં પાનોલીની ઇન્ફિનિટી કંપનીમાંથી 1383 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. મોટા કૌભાંડ પછી કંપની બેંકના કબજામાં ગઈ અને બેંક ઓફ કર્ણાટક દ્વારા 25 એપ્રિલ 2025ના રોજ હરાજી યોજાઈ.
👉અવિનાશ પટેલ, ઉમંગ પટેલ, ભરત મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીે
13.48 કરોડમાં કંપની ખરીદી અને હાલ અહીં જેન્ટિકા ફાર્મા નામે નવી, કાયદેસર જીવનરક્ષક દવાનો ઉત્પાદન શરૂ કર્યું છે.નવા ડિરેક્ટરોનો આરોપ છે કે, ચૈતર વસાવાએ અધૂરી માહિતી આધારે કંપની ફરી ધમધમતી થઈ, વાળો ખોટો દાવો કરીને ઉદ્યોગકારોની સાખ અને વ્યવસાય પર પ્રત્યક્ષ અસર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
ચૈત્ર વસાવાના દાવા બૂમરેંગ બનવાના સંજોગો
ચૈત્ર વસાવા સરકાર પર નશાબંધી અમલીકરણમાં ઢીલાશ અને હપ્તાખોરીના આક્ષેપો કરે છે,
પણ તેમના પોતાના જ નિકટના સાથીઓ ઉમલ્લા અને નર્મદા જિલ્લામાં દારૂ કેસોમાં ઝડપાયા છે.
આથી સરકારને ઘેરવાની તેમની રાજકીય કોશિશ હવે તેમના માટે જ બૂમરેંગ સાબિત થવાની સંભાવના જાડી રહી છે.
👉અવિનાશ પટેલ, ઉદ્યોગકાર
અમારી કંપની સંપૂર્ણ કાયદેસર રીતે કાર્યરત છે. અમારો જૂના ડ્રગ્સ કેસ સાથે કોઈ સંબંધ નથી. ધારાસભ્ય દ્વારા અધૂરી અને ખોટી માહિતી સાથે કરવામાં આવેલા નિવેદનો અમારી પ્રતિષ્ઠા અને બિઝનેસને નુકસાન પહોંચાડે એવા છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

