GUJARAT : ભરૂચ પોલીસનું સુરક્ષા કવચ: 100 મહિલા કર્મચારીઓનું સર્વાઇકલ કેન્સર સામે રસીકરણ પૂર્ણ, ત્રણેય ડોઝ સાથે અભિયાન સંપન્ન

0
21
meetarticle

મહિલા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણને પ્રાધાન્ય આપી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સર્વાઇકલ કેન્સર રસીકરણનો વિશેષ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ પહેલ અંતર્ગત જિલ્લાની 100 મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જીવલેણ સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસીના ત્રણેય ડોઝ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા છે. ગતરોજ રસીનો ત્રીજો અને અંતિમ ડોઝ આપીને આ આરોગ્યલક્ષી અભિયાનનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.


આ અભિયાનનો પ્રારંભ ગત જુલાઈ મહિનામાં થયો હતો, ત્યારબાદ સપ્ટેમ્બરમાં બીજો અને ગતરોજ નિર્ધારિત સમયે ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર રસીકરણ જ નહીં, પરંતુ મહિલા પોલીસ કર્મચારીઓમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ અને બ્રેસ્ટ કેન્સર જેવા ગંભીર રોગો પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ રહ્યો છે, જેના માટે નિષ્ણાત તબીબો દ્વારા ખાસ સેમિનારો યોજાયા હતા. પોતાની ફરજ દરમિયાન વ્યસ્ત રહેતી મહિલા પોલીસ શક્તિના સ્વાસ્થ્યની દરકાર લેતી ભરૂચ પોલીસની આ સંવેદનશીલ કામગીરીની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here