GUJARAT : ભરૂચ પોલીસ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન: SPની અધ્યક્ષતામાં શસ્ત્રો, અશ્વ દળ અને વાહનોનું પૂજન કરાયું

0
44
meetarticle

વિજયા દશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ અધિક્ષક (SP) અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જાળવતા શસ્ત્રો, અશ્વ દળ, પોલીસ શ્વાન અને વાહનોનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ DySP, PI, PSI સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.


એસપી અક્ષય મકવાણાએ જણાવ્યું હતું કે, શસ્ત્ર પૂજનથી કાયદો-વ્યવસ્થા જાળવતા પોલીસ જવાનોમાં નવી શક્તિ અને મનોબળનો સંચાર થાય છે. તેમણે જિલ્લામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા અખંડિત રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here