GUJARAT : ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘પોલીસ સ્મૃતિ દિન’ની ઉજવણી: SP અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરાયા

0
78
meetarticle

દર વર્ષે ૨૧ ઓક્ટોબરે દેશભરની જેમ ભરૂચમાં પણ પોલીસ સ્મૃતિ દિવસ (Police Commemoration Day)ની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.
૧૯૫૯માં ચીની સૈનિકોના હુમલામાં શહીદ થયેલા ભારતીય પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી તલાવડી ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરના શહીદ સ્મારક ખાતે કાર્યક્રમ યોજાયો હતો.


ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપી મકવાણાએ શહીદ જવાનોના નામોનું ઉચ્ચારણ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
શહીદોને ગાર્ડ ઑફ ઑનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એસપી સહિત તમામ અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here