ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કર્મઠ સંસ્થા પોલિટેકનિક કોલેજ ખાતે સ્ત્રી સશક્તિકરણ અને સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મહિલા પોલીસ અધિકારીઓએ મહિલાઓને તેમના કાનૂની અધિકારો, સુરક્ષા અને સાયબર જોખમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, ભરૂચ જિલ્લામાં કાર્યરત મહિલા હેલ્પલાઈન ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટર અને શી-ટીમની કામગીરી વિશે પણ હાજર મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી. આ પહેલનો હેતુ મહિલાઓને સશક્ત બનાવવા અને તેઓને સુરક્ષા માટે ઉપલબ્ધ સરકારી સેવાઓ વિશે માહિતગાર કરવાનો છે.

