ભરૂચ રેલવે સ્ટેશન નજીક સિલ્વર બ્રિજની બહારના ભાગમાં ગતરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી વડોદરા તરફ જતી દિલ્હી-સરાય-રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથેની યુવતીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી અને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, આ યુવક-યુવતી મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
