ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને મોટી રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે. પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને 95 અરજદારોના ફ્રોડમાં ગયેલા ₹1,35,25,673/- (એક કરોડ પાંત્રીસ લાખ પચ્ચીસ હજાર છસો-સિત્તેર રૂપિયા) પરત અપાવ્યા છે.

સાયબર ક્રાઇમ પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને અરજીઓ તૈયાર કરી કોર્ટમાં સબમિટ કરી હતી, જેના પગલે ભરૂચ ચીફ કોર્ટ દ્વારા આ નાણાં રિફંડ કરવાનો આદેશ થયો હતો. ફ્રોડમાં ગયેલી કુલ ₹1,51,69,839/-ની રકમ બેંકોમાં ફ્રીઝ કરવામાં આવી હતી. આ પૈકી 95 અરજદારોને ₹1.35 કરોડ પરત અપાવવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી ગતરોજ 50 અરજદારોને કોર્ટ હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું.

