GUJARAT : ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે KYC અપડેટના બહાને ₹૫.૪૮ લાખની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ઝારખંડના જામતાડાથી ઝડપી પાડ્યો

0
39
meetarticle

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે બેંકના KYC ડિટેલ અપડેટ કરવાના બહાને ‘APK’ એપ્લિકેશન મોકલી બેંક ખાતામાંથી ₹૫.૪૮ લાખની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ઝારખંડના જામતાડા ખાતેથી ઝડપી પાડ્યો છે.
ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી ટોપઅપ લોન મેળવી તે રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને આ છેતરપિંડી આચરવામાં આવી હતી.
પકડાયેલા મુખ્ય આરોપીનું નામ રાજેશ મંડલ (ઉ.વ. ૨૪, રહે. જામતાડા, ઝારખંડ) છે, જેની ધરપકડ ૦૫/૧૦/૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી.

મોડસ ઓપરેન્ડી

  • આરોપીઓ E-challan, RTO, SBI-KYC, AXIS-KYC જેવી જુદી જુદી બોગસ એપ્લિકેશન (APK ફાઇલ) બનાવી લોકોને વૉટ્સઍપ દ્વારા મોકલતા હતા.
  • બેંક કર્મચારીની ઓળખ આપી KYC અપડેટ કરવાના બહાને આધાર, પાન, ડેબિટ કાર્ડ સહિતની માહિતી મેળવતા હતા.
  • આ માહિતીના આધારે ગેરકાયદેસર રીતે નેટ બેંકિંગનો એક્સેસ મેળવી લોકોના ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરતા હતા.

 ઝડપાયેલા આરોપી રાજેશ મંડલ વિરુદ્ધ અગાઉ મધ્યપ્રદેશ અને ઝારખંડમાં પણ ગુના દાખલ થયેલા છે. પોલીસે તેની પાસેથી ૫થી વધુ મોબાઈલ ફોન અને બેંકના દસ્તાવેજોનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ કોર્ટ દ્વારા આરોપીના ૧૩/૧૦/૨૦૨૫ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here