GUJARAT : ભરૂચ LCBએ વિઝા-દસ્તાવેજ વગર ગેરકાયદે વસવાટ કરતા ૪ બાંગ્લાદેશી નાગરિકોને અંકલેશ્વરમાંથી ઝડપી પાડ્યા

0
34
meetarticle

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ અંકલેશ્વર વિસ્તારના બે જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૪ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે LCB ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની સઘન પૂછપરછ કરી તેમના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં આ ચારેય વ્યક્તિઓ ભારતમાં વસવાટ કરવા અંગેના કોઈપણ વિઝા કે કાયદેસરના આધાર-પુરાવા ધરાવતા ન હોવાની ખાતરી થઈ હતી.


ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોમાં બે મહિલાઓ (મુન્ની ઝાકીર શેખ અને રૂકૈયા પુરકાન રશીદ શેખ) સહિત કુલ ચાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન અને અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here