GUJARAT : ભરૂચ LCBનો સપાટો: રૂંઢ ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 શખ્સો ₹64,560ના મુદ્દામાલ સાથે ઝડપાયા

0
44
meetarticle

ભરૂચ LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારના રૂંઢ (ભાલોદ) ગામના ખાબડી ફળિયામાં જુગાર રમતા 7 આરોપીઓને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.


ગુપ્ત બાતમીના આધારે પોલીસે ઇકબાલભાઇ ચૌહાણના ઘર પાછળના વાડામાં ખુલ્લી જગ્યામાં રેઇડ કરી હતી. પોલીસે મોબાઇલ ટોર્ચના અજવાળે પૈસા વડે પત્તા-પાનાનો જુગાર રમતા 7 શખ્સોની ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, 7 મોબાઇલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ ₹64,560/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોના રહેવાસી છે. LCBએ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here