GUJARAT : ભરૂચ LCB એ કુકરવાડા પાસે બુલેટ ટ્રેન બ્રિજ નીચે ચાલતો જુગાર ઝડપી પાડ્યો, ₹૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત

0
54
meetarticle

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) કુકરવાડા ગામની સીમમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો છે. બુલેટ ટ્રેનના બ્રિજ નીચે નસીબ અજમાવતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ચાર આરોપીઓ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ ₹૬૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.


​LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કુકરવાડા પાસે બ્રિજ નીચે હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. જેના આધારે ટીમે ઓચિંતી રેઇડ કરી સ્થળ પરથી અનિલકુમાર પ્રહલાદસિંગ ગડરીયા (રહે. ફાટા તળાવ, ભરૂચ) અને સંજયભાઈ માનસિંગ પરમાર (રહે. લીમડી ચોક, ભરૂચ) ને દબોચી લીધા હતા. આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી ₹૫૩,૦૦૦ની રોકડ તેમજ ₹૧૨,૦૦૦ના મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસની રેઇડને પગલે એઝા, સતીષ અને કાલો સહિતના ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here