ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (કલમ ૧૩૮) હેઠળ સજા પામેલા અને છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે.

કોર્ટ દ્વારા આ આરોપીને ૬ માસની સાદી કેદ અને અરજદારને ₹૮,૧૦,૦૦૦/- (આઠ લાખ દસ હજાર) નું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે સજા પામેલ આરોપી સાજેન શિવ ચેટરજી (રહે. સમન્વય સ્પેનડીડ, સેવાસી કેનાલ રોડ, વડોદરા) ને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

