ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે વાલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને દાદરા નગર હવેલી ખાતેથી ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે, LCBની ટીમે દાદરા નગર હવેલી (સેલવાસ) ખાતે જઈને આરોપી અનિલભાઈ ઉર્ફે આશિષ દિલીપભાઈ પટેલ (ઉંમર 31)ને તેના ગામમાંથી પકડી પાડ્યો હતો. આ આરોપી ભરૂચ જિલ્લાના વોન્ટેડ આરોપીઓના લિસ્ટમાં સામેલ હતો.
આરોપીની ધરપકડ કરીને તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

