GUJARAT : ભરૂચ SOGએ ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ ઝુંબેશ અંતર્ગત ₹૧ લાખના ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યો

0
86
meetarticle

નો ડ્રગ્સ ઇન ભરૂચ” ઝુંબેશને વેગ આપતાં, ભરૂચ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ એક મોટા ઓપરેશનમાં કુલ ₹૧,૦૦,૯૯૦/- ની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.


SOG ભરૂચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ ગાંજાનો મોટો જથ્થો લઈને અંકલેશ્વર જીઆઇડીસી એસ.ટી. ડેપો પર આવવાનો છે. આ બાતમીના આધારે SOGની ટીમે વોચ ગોઠવી હતી અને રેડ કરીને બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડલ (ઉંમર આશરે ૪૫, રહે. કટિહાર, બિહાર) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી ૯.૮૯૯ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹૯૮,૯૯૦/- છે. આ ઉપરાંત, તેની પાસેથી ₹૨,૦૦૦/- ની કિંમતનો એક મોબાઈલ ફોન અને બે રેલવે ટિકિટ પણ જપ્ત કરવામાં આવી છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹૧,૦૦,૯૯૦/- થાય છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પોતાના આર્થિક લાભ માટે આ પ્રતિબંધિત માદક પદાર્થ બિહારથી લાવ્યો હતો અને અંકલેશ્વર GIDC વિસ્તારમાં છૂટક વેચાણ કરવાનો ઈરાદો ધરાવતો હતો.
આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here