​GUJARAT : ​ભરૂચ SOG એ આમોદના આછોદ ગામે દુકાનમાંથી ₹1 લાખનો ગાંજો ઝડપી પાડ્યો, એકની ધરપકડ, અંકલેશ્વરનો શખ્સ વોન્ટેડ

0
39
meetarticle

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આછોદ ગામમાં ચોક્કસ બાતમીના આધારે એક દુકાનમાં દરોડો પાડી ₹1,00,400 ની કિંમતનો 2 કિલો 8 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી છે.


મળતી ​વિગત મુજબ, આછોદની પટવા શેરીમાં ભાડાની દુકાનમાં નશાનો વેપાર કરતા ઈદ્રીશ અબ્બાસભાઈ કાઝીને પોલીસે રંગેહાથ દબોચી લીધો હતો. સ્થળ પરથી ગાંજાના જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹1,01,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ માદક પદાર્થના સપ્લાયર તરીકે અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતા દીપક મંડલનું નામ બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ તેજ કરી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here