GUJARAT : ભાજપ સરકાર કામદાર વિરોધી છે, પોતાના હક અને અધિકારો માટે રસ્તા ઉપર આંદોલન કરતા કામદારોના અવાજ ને કોંગ્રેસ બુલંદ બનાવશે : અમિત ચાવડા

0
17
meetarticle

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી આરંભ કરેલ જન આક્રોશ યાત્રાના ૨ જા દિવસે યાત્રા દરમિયાન વલસાડ કલેકટર કચેરીએ કોંગ્રેસ પક્ષ ધ્વારા રેલીનું આયોજન કરી કલેકટરને કામદારોના અધિકારીઑ અને તેમના શોષણના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, સહિત વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.


“કામદાર સવાંદ” કાર્યકમ અંગે મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનું પ્રેસ મીડિયાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે વલસાડ અને તેની આજુબાજુના ઔધોગિક વિસ્તારોના કામ કરતાં મજૂરો, તેમના પ્રશ્નો અંગે મીડિયાને સંબોધન કર્યું હતું.
આજે વલસાડ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં કામદારો જનાક્રોશ યાત્રામાં પોતાના પ્રશ્નો લઈને આવ્યા,આ કામદારોનું બધી જ રીતે શોષણ થાય છે. જેમ કે, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે એનું શોષણ, કામદાર મૃત્યુ પામે તો એને પૂરતું વળતર નથી મળતું, મહિલા કામદારો છે એને રાતના સમયે પણ ડ્યુટી કરવા મજબૂર કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટ પ્રથા છે એના કારણે કામદારોને પૂરતું વેતન નથી મળતું. ગુજરાત સરકાર પણ કામદારો માટેના જે કાયદા કાનૂન છે,જે એના નિયમોને જોગવાઈ અને એના અધિકારો પણ નથી આપતી.
કામદાર સવાંદ “કાર્યકમમાં આજે રસ્તા પર ઉતરી અને પોતાના અધિકાર માટે લડવા માટે આ યાત્રામાં જોડાયા છે. હું ગુજરાતના તમામ કામદારોને કહેવા માગું છું કે આવો સૌ સાથે મળી તમારા હક્ક અધિકાર માટે અવાજ બુલંદ કરો. આખી કોંગ્રેસ પાર્ટી સંકલ્પ કરે છે કે ગુજરાતમાં કામદારોના હક્ક અધિકાર માટે, એમના ન્યાય માટે, એમને થતા શોષણ સામે આવનારા દિવસોમાં કામદારોની સાથે રહી લડાઈ લડશું.”


શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા ૩ વર્ષથી કામદારોને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું નથી, એક પણ રૂપિયાનો પગાર વધારો કરવામાં અવઈ નથી, ધારાસભ્ય શ્રી અનંત પટેલ ધ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં શ્રમ ખાતાના અધિકારીઑ ધ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કામદારોને દાબ- દબાણ- અને ધાક – ધમકીઑ આપવામાં આવી રહેલ છે જેથી આજે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં ૧૫ દિવસમાં હકારાત્મક નિરાકરણ આવશે નહિ , પગાર વધારાની માંગણીઓ સ્વીકારવામાં આવશે નહિ તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
દક્ષિણ ગુજરાતના મુદ્દાઓ પર ધ્યાન દોરતાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે નળ સે જળ યોજના અને મનરેગા યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર ભાજપના મળતીયા ઓએ કર્યો છે, ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરાવવા લડીશું અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ – જીબીસીબી ની હપ્તાખોરી ને કારણે દક્ષિણ ગુજરાતના લોકો હવા,પાણી અને ધ્વનિ પ્રદુષણથી પીડાય છે તેની સામે આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી દક્ષિણ ગુજરાતની જનતાને સાથે રાખીને આંદોલન પણ કરશે.

(હેમાંગ રાવલ)
મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here