GUJARAT : ભાભર પોલીસ સ્ટેશનના વડપગ ગામેથી ગેરકાયદેસર અને વગર પાસપરમીટ ની દેશી હાથ બનાવટની બંદુક ઝડપાઈ

0
42
meetarticle

ભાભર પોલીસ સ્ટેશનના વડપગ ગામેથી ગેરકાયદેસર અને વગર પાસપરમીટ ની દેશી હાથ બનાવટની બંદુક એક અને ધાતુના છરા આઠ સહિત કુલ કિ.રૂ. ૫૫,૦૮૦/- નો મુદામાલ પકડી પાડ્યો દિયોદર પોલીસ સ્ટેશનના ધ્રાડવ ગામે પાંચ નીલગાય નો શિકાર કરી મૃત્ય નિપજાવેલનો ફોરેસ્ટ વિભાગમાં દાખલ થયેલ ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી એસ.ઓ.જી શાખા તથા પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ

પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ. વન્ય પ્રાણી-પાંચ નીલ ગાયનો શીકાર કરી મૃત્યુ નિપજાવનાર આરોપીઓ જુમા રમજાન સિંધી અને વલી સુમાર સિંધી બંને હાલ રહે.રાણીસર તા.સાંતલપુર જિ.પાટણ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના વડપગ ગામની સીમમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે હથિયાર સાથે આવેલ બાતમી હકિકત આધારે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વડપગ ગામની સીમમાં બેડાથી ધ્રાડવા જતા પાકા રોડ ઉપર આવતા અચાનક પુર ઝડપે મોટર સાયકલ આવેલ અને પોલીસને દુરથી જોઈ મોટર સાયકલ રોડ ઉપર ફંગોળી મોટર સાયકલ ચાલક તથા તેની પાછળ બેઠેલ ઈસમ રણમાં બાવળોની ઝાડીમાં નાસી ગયેલ અને મોટર સાયકલ અને ગેરકાયદેસર અને વગર પાસપરમીટની દેશી ડાથ બનાવટની બંદુક અને તેમા ભરી વિસ્ફોટ કરવાનો ઘન પદાર્થ તથા ધાતુના છરા આઠ અને ધાતુ લગાવેલ ટીકડીઓ અઢાર પકડી પાડેલ અને દિયોદર પોલીસ સ્ટેશનના ધ્રાડવ ગામે પાંચ નીલગાયનો શિકાર કરી મૃત્ય નિપજાવેલનો દિયોદર રેન્જ ફોરેસ્ટ વિભાગમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી બંને ઈસમો વિરૂધ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે આર્મએકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

અહેવાલ : પ્રધાનજી ઠાકોર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here