નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઈનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો છે. કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય દીકરીઓએ આ ઐતિહાસિક ગૌરવ અપાવતા સમગ્ર દેશમાં ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો.

ભરૂચ શહેરમાં પણ આ ઐતિહાસિક જીતનો જોરદાર વિજયોત્સવ ઉજવાયો હતો. શહેરના પાંચબત્તી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. લોકોએ ઉલ્લાસભેર ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને અને તિરંગો લહેરાવીને ખુશી વ્યક્ત કરી હતી.
ભારતીય મહિલા ટીમના આ વિશ્વ વિજયને કારણે સમગ્ર ભરૂચમાં જાણે ફરી એકવાર દિવાળી ઉજવાઈ હોય તેવો ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

