GUJARAT : ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 24.72 લાખની રિકવરી

0
45
meetarticle

ભાવનગર શહેર અને જિલ્લામાં સાયબર ફ્રોડની કુલ ૨૦ જેટલી અરજીમાં થયેલી છેતરપિંડીની કુલ રૂ.૨૪.૭૨ લાખની રિકવરી સપ્ટેમ્બર માસમાં ભાવનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. જનજાગૃતિના અનેક પ્રયાસો છતાં લોકો સરળતાથી સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે, તે ગંભીર બાબત છે.

ભાવનગર શહેર અને જિલ્લામાંથી રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સાયબર ફ્રોડની કુલ ૨૦ જેટલી અરજીઓ મળી હતી. જે ગુના અને અરજીના અનુસંધાને પોલીસે તપાસ કરી જુદાં-જુદાં બનાવોમાં થયેલી છેતરપિંડીની રકમ રૂ.૨૪,૭૨, ૪૪૩ની રિકવર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સપ્ટેમ્બર માસમાં કરી છે. ભાવનગરમાં ડિઝિટલ અરેસ્ટ, ઓનલાઈન ફોડ, સ્ટોક માર્કેટ ફ્રોડ, ઈ-ચલણ, આર્મીમેન નામે છેતરપિંડી આચરવાના બનાવી બની રહ્યા છે. જેમાં નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી સાયબર ઠગો દ્વારા આચરવામાં આવી છે. ભાવનગર રેન્જ સાયબર કાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર અવેરનેસ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, રહેણાંકી સોસાયટી અને ગ્રામ્ય સ્તરે સાયબર ક્રાઈમ એવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. લોકજાગૃતિના અનેક પ્રયાસો છતાં લોકો સરળતાથી સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યાં છે તે ગંભીર બાબત છે. આમ, રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સપ્ટેમ્બર માસ દરમિયાન રૂ.૨૪.૭૨ લાખની રિકવરી કરી છેતરપીંડીનો શિકાર બનેલા લોકોના રૂપિયા પરત અપાવ્યા છે.

થોડી સતર્કતા દાખવવાથી ફોડથી બચી શકાય છેઃ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોભામણી સ્કિમાં બતાવતા મેસેજની લીંક પર ક્લિક કરવું નહી. તેમજ વીડિયો કોલમાં પોલીસના નામે કોઈ ડરાવતું હોય તો તુરંત સાયબર ક્રાઈમ પોલીસને સંપર્ક કરવો. થોડી સતર્કતા દાખવવામાં આવે તો સાયબર ફોડથી બચી શકાય છે તેમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ.તલાટીએ જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here