સ્ટેટ જીએસટી વિભાગ ભાવનગર વિભાગનું વર્ષ-૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫ની જીએસટી આવકમાં ૫.૨૩ ટકાનો વધારો નોંધાયો છે. ભાવનગરવાસીઓએ વર્ષ-૨૦૨૫માં કર સ્વરૂપે કુલ રૂ.૨૩૭૦ કરોડ સરકારી તિજોરીમાં આપ્યા છે એટલે કે દર મહિને સરેરાશ રૂ.૧૯૭.૫ કરોડની સરેરાશ જીએસટી આવક થઈ છે. વર્ષ-૨૦૨૪માં સ્ટેટ જીએસટી કલેક્શન રૂ.૨૨૫૨ કરોડ હતું. જેની સરખામણીએ જીએસટી આવકમાં વૃદ્ધિ થઈ છે.

સ્ટેટ જીએસટી વિભાગ ભાવનગરનું સ્ટેટ જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. બોગસ બિલિંગમાં પંકાયેલા ભાવનગરે ટેક્સ સ્વરૂપે કરોડો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે. સ્ટેટ જીએસટી ભાવનગર વિભાગમાં વર્ષ-૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫માં જીએસટીની આવકમાં ૫.૨૩ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ-૨૦૨૪ દરમિયાન ભાવનગરમાં કુલ રૂ.૨૨૫૨ કરોડનું સ્ટેટ જીએસટી કલેક્શન થયું હતું. જે બાદ વર્ષ-૨૦૨૫ દરમિયાન તેમાં રૂ.૧૧૮ કરોડના વધારા સાથે કુલ રૂ.૨૩૭૦ કરોડની જીએસટી આવક થઈ છે એટલે કે દર મહિને સરેરાશ રૂ.૧૯૭.૫ કરોડનું કલેક્શન થયું છે. ગત વર્ષ દરમિયાન સૌથી વધારે એપ્રીલ-૨૦૨૫માં રૂ.૨૬૩ કરોડ અને સૌથી ઓછી ડિસેમ્બર-૨૦૨૫માં રૂ.૧૬૩ કરોડ જીએસટી કલેક્શન નોંધાયું છે. જ્યારે વર્ષ-૨૦૨૪માં સૌથી વધારે જાન્યુઆરીમાં રૂ.૨૩૭ કરોડ અને સૌથી ઓછું સપ્ટેમ્બરમાં રૂ.૧૩૧ કરોડ જીએસટી કલેક્શન થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનગરમાં વર્ષ-૨૦૨૩ની સરખામણીએ વર્ષ-૨૦૨૪માં સ્ટેટ જીએસટીની આવકમાં ઘટાડો થયો હતો. વર્ષ-૨૦૨૩માં રૂ.૨૨૮૦ કરોડ જીએસટી આવક થઈ હતી. જે બાદ વર્ષ-૨૦૨૪માં તેમાં સામાન્ય ઘટાડા સાથે રૂ.૨૨૫૨ કરોડ આવક થઈ હતી.છેલ્લા 2 વર્ષનું ભાવનગરનું સ્ટેટ જીએસટી કલેક્શન
| માસ | ૨૦૨૪ | ૨૦૨૫ |
| જાન્યુઆરી | ૨૩૭ | ૨૧૮ |
| ફેબુ્રઆરી | ૨૧૭ | ૨૨૦ |
| માર્ચ | ૨૧૩ | ૨૨૮ |
| એપ્રીલ | ૨૦૮ | ૨૬૩ |
| મે | ૧૭૧ | ૨૦૩ |
| જુન | ૧૯૦ | ૧૯૨ |
| જુલાઈ | ૧૮૪ | ૧૮૭ |
| ઓગસ્ટ | ૧૫૮ | ૧૮૬ |
| સપ્ટેમ્બર | ૧૩૧ | ૧૬૯ |
| ઓક્ટોબર | ૧૭૪ | ૧૭૨ |
| નવેમ્બર | ૧૮૩ | ૧૭૦ |
| ડિસેમ્બર | ૧૮૬ | ૧૬૩ |
| કુલ | ૨૨૫૨ | ૨૩૭૧ |

