શહેરમાંથી દારૂની ૯૬ બોટલ સાથે બે શખ્સોને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ ઘોઘારોડ પોલીસ મથકમાં દારૂ આપનાર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

શહેરના ઘોઘારોડ પારૂલ સોસાયટી, બજરંગદાસ બાપાની મઢુલી પાછળ સ્કુટર પર ઉભેલા પુષ્પક અશ્વિનભાઈ મકવાણા (રહે.કરચલિયાપરા) અને સંજય નાનુભાઈ મકવાણા (રહે. ઘોઘારોડ)ને બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે રૂ.૧૨,૨૮૮ની કિંમતની દારૂની ૯૬ બોટલ સાથે ઝડપી લીધાં હતા. દારૂના જથ્થા અંગે બન્નેની પુછપરછ કરતા સંજય મકવાણા દારૂનો આ જથ્થો રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઈ વેગડ (રહે.પારૂલ સોસાયટી, ઘોઘારોડ) પાસેથી લાવ્યો હતો અને પુષ્પકને વેચાણઅર્થે આપતો હોવાની કબૂલાત આપી હતી. આ અંગે લોકલ ક્રાઈમબ્રાંચે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

