વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસને થાપ આપી રહેલા મહારાષ્ટ્રના રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે.
ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ બાતમીના આધારે પોલીસે નવી મુંબઈ ખાતે ઓપરેશન પાર પાડી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

વિગત મુજબ, આરોપી મહંમદ સલામ રફીક સલામ (રહે. કલમબોલી, મહારાષ્ટ્ર) વિરુદ્ધ ભીલાડ પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના કાયદા હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે ચાર વર્ષથી વોન્ટેડ હતો અને સતત રહેઠાણ બદલી ધરપકડ ટાળી રહ્યો હતો. ભીલાડ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેક કર્યું હતું અને તાત્કાલિક એક ટીમ નવી મુંબઈ રવાના કરી તેને દબોચી લીધો હતો. પોલીસ આરોપીને ભીલાડ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

