GUJARAT : મહિયારી ગામે કબ્જા ભોગવટા ના મકાનના ફળીયામાંથી ૫ કિલો વજનના ગાંજાના છોડનું વાવેતર પકડાયું

0
32
meetarticle

એસ.ઓ.જી. પોરબંદરની ટીમે મહિયારી ગામે જીન પ્લોટ વિસ્તારમાં આવેલી રહેણાંક મિલ્કતમાં ગેરકાયદેસર રીતે વાવેલા ૫ કિલો વજન ધરાવતા અંદાજિત કી.રૂ.૨.૫૦,૦૦૦ હજારના ગાંજાના મોટા છોડનો પર્દાફાશ કરી એસ.ઓ.જી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ.જાડેજા નાઓ દ્વારા નશીલા પદાર્થોનું વાવેતર કરનાર, પીવાની અને વેચનારાઓ તથા માદા પદાર્થોનુ સેવન કરનાર તત્વોની પ્રવૃતી સદંતર બંધ કરવા ડાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ.

જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર વાય.જી. માથુડીયા તથા પી.ડી.જાદવ દ્વારા આવા ઈસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામા આવેલ.

જે અન્વયે એસ.ઓ.જી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હોય દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ.કોન્સ્ટેબલ ભરતસિંહ કાળુભા ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ અરજનભાઇ ઓડેદરાને સંયુક્ત મળેલી હકીકતના આધારે તાત્કાલિક રેઇડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળેલી માહિતી અનુસાર કુતિયાણાના મહિયારી ગામના જીન પ્લોટ વિસ્તારમાં રહેતા રામભાઈ સુકાભાઈ પરમાર (ઉ.વ. ૪૮) એ પોતાના કબજા ભોગવટા ના મકાનના ફળીયામાં ગેરકાયદે રીતે માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ છે તથા હાલ લીલા ગાંજાનો મોટો છોડ ઉભો છે તેવી ચોક્કસ બાતમી મળી હતી.

ત્યારબાદ હકીકત વાળી જગ્યાએ જવા એસ. ઓ.જી પોરબંદર પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. એક્ટની કલમ 42(2) મુજબની કાર્યવાહી કર્યા બાદ મામલતદાર કચેરી પરથી સરકારી પંચો ફાળવી લેવામાં આવ્યા. અને પંચો નિકુલ ભાઈ લાખાભાઈ સાંગા તથા આલાભાઈ સરમણભાઈ ગરચર સહિત ની ટીમ સાથે એસ.ઓ.જી. ની રેઇડ મહિયારી ગામે પહોંચેલી.

મહિયારી ગામે બાતમી વાળા મકાનની તપાસ દરમિયાન કરંજના ઝાડ પાસે બળદગાડા નજીક ઉભેલો અલગ પ્રકારનો મોટો લીલો છોડ નજરે પડ્યો. જેની જડતી લઈ એફ.એસ.એલ. અધિકારી અંકિતનારીયાના રૂબરૂ નાર્કોટિક ટેસ્ટિંગ કીટ દ્વારા તપાસ કરતાં પદાર્થમાં કેનેબીસના સક્રિય ઘટકો હાજર હોવાનું પુરવાર થયું.જડતી દરમિયાન મળેલા ૮ ફૂટ ૫ ઇંચ લંબાઈ અને ૫ કિલો વજનના ગાંજાના છોડની અંદાજિત કિંમત: રૂ. ૨,૫૦,૦૦૦ ના માદક પદાર્થના વાવેતર અંગે કોઈ જાતનો પરમીટ કે કાગળ ન હોવાને કારણે આરોપી રામભાઈ સુકાભાઈ પરમાર ઉ.વ. ૪૮, રહે જીન પ્લોટ વિસ્તાર, તળાવની પાળ પાસે , મહિયારી વાળાને સ્થળે જ ધોરણસર અટક કરવામાં આવ્યો હતો.તેના વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં N.D.P.S. એકટ ૧૯૮૫ ની કલમ ૮(સી). ૨૦(૨)(બી) મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ રેઇડ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં પોલીસ ઇન્સપેક્ટર વાય. જી. માથુડીયા તથા પોલીસ ઇન્સપેકટર પી. ડી. જાદવ, તથા એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાડી, રવિન્દ્ર ચાંઉ ,પો.હેડ.કોન્સ. ભરતસિંહ ગોહીલ, મોહિતભાઈ ગોરાણીયા, હરદાસભાઈ ગરચર , ભીમાભાઈ ઓડેદરા, પો.કોન્સ. અરજનભાઈ ઓડેદરા દિલીપ ભાઈ મોઢવાડીયા, સરમણ ખુંટી,ચંદ્રસિંહ જાડેજા તથા ગીરીશભાઈ વાજા સહિતનો સ્ટાફ સામેલ રહ્યો હતો.
રિપોર્ટર: વિરમભાઇ કે.આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here