મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાંથી પોલીસે ગાંજાની મોટા પાયે ખેતીનો પર્દાફાશ કર્યો છે. એરંડાની આડમાં ગાંજાના છોડ વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે 2 કરોડ રૂપિયાના જથ્થા સાથે એક આરોપીને ધરપકડ કરી છે.

વડદલાના રત્નાજીના મુવાડામાં દરોડા
બાલાસિનોર પોલીસને બાતમી મળી હતી કે વડદલા ગામના રત્નાજીના મુવાડા વિસ્તારમાં ગેરકાયદે રીતે ગાંજાની ખેતી કરવામાં આવી રહી છે. ખેતરમાં એરંડાની ખેતીની આડમાં અને મોટા છોડની વચ્ચે મોટા પ્રમાણમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.
મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત
પોલીસે બાતમીના આધારે રેડ કરતા ખેતરમાંથી 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 2 કરોડ 36 લાખ 98 હજાર રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે પોલીસે વાઘજીભાઈ પરમાર નામના વ્યક્તિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

