મહીસાગર: “સહી પોષણ, દેશ રોશન”ના સંદેશ સાથે મહીસાગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ “પોષણ ઉત્સવ-૨૦૨૫” ની જિલ્લા કક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા માતાઓ, કિશોરીઓ અને નાના બાળકોને અપાતા ટેક હોમ રાશન (THR) ના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો હતો.
ઉત્સવનું મુખ્ય આકર્ષણ પૌષ્ટિક વાનગી સ્પર્ધા રહી, જેમાં આંગણવાડીની કાર્યકર બહેનોએ THR, શ્રી અન્ન (મિલેટ્સ) અને સરગવા નો ઉપયોગ કરીને ૬૬થી વધુ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું. લાભાર્થીઓએ પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ કરીને સુંદર પોષણ રંગોળીઓ પણ બનાવી હતી.

કાર્યક્રમના અંતે વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં જિલ્લાના આરોગ્ય, શિક્ષણ અને ICDS વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેણે પોષણ અભિયાનને નવો વેગ પૂરો પાડ્યો હતો.
REPORTER : કાનજી ધામોત મહિસાગર

