મહીસાગર જિલ્લામાં ARTO કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬’ અંતર્ગત ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની અધ્યક્ષતા ASP વિકાસ યાદવે કરી હતી.

ASP યાદવે વિદ્યાર્થીઓ અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન, હેલમેટ અને સીટ બેલ્ટના ઉપયોગ તથા ઝડપથી વાહન ન ચલાવવાની મહત્વતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે ભારત સરકાર દ્વારા ૨૦૩૦ સુધીમાં માર્ગ અકસ્માતોમાં ૫૦% ઘટાડાનું લક્ષ્ય નક્કી કરાયું છે. મહીસાગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ૯૫ અકસ્માતોમાં ૧૦૩ લોકોના મૃત્યુ થયા હોવાનું તેમણે જણાવ્યું, જેમાં મોટાભાગે દ્વિચક્રી વાહનચાલકો હેલમેટ ન પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી અંગે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિજેતા ૫ વિદ્યાર્થીઓને હેલમેટ ઇનામરૂપે આપવામાં આવ્યા. અંતે તમામે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી.
ઉલ્લેખનીય છે કે “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” થીમ હેઠળ સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજાશે.
Repoter : કાનજી ધામોત મહીસાગર

