GUJARAT : મહીસાગરમાં શિક્ષણ ક્રાંતિની શરૂઆત: ‘મહીસાગર શિક્ષા સરિતા’ પ્રકલ્પનો ભવ્ય શુભારંભ

0
21
meetarticle

મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ૧૧૯૨ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરવા તથા ધોરણ અનુસાર અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ‘મહીસાગર શિક્ષા સરિતા’ નામનો વ્યાપક શૈક્ષણિક પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રકલ્પનો શુભારંભ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો.


જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા આ પ્રકલ્પના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, DRDA ડાયરેક્ટરશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ ડાયટ સંતરામપુરના વ્યાખ્યાતા મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ, સમગ્ર શિક્ષા મહીસાગરનો સ્ટાફ તેમજ જિલ્લાના તમામ બી.આર.સી. અને સી.આર.સી. સંકલકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રકલ્પના સફળ અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં તમામ પ્રાથમિક શાળાઓનું નિયત ફોર્મેટ મુજબ નિયમિત મૂલ્યાંકન કરીને શિક્ષણની ગુણવત્તાને વધુ ઊંચા સ્તરે લઈ જવા સહિયારા અને સમર્પિત પ્રયત્નો કરવાની અપીલ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક, બૌદ્ધિક, સામાજિક અને નૈતિક વિકાસને કેન્દ્રમાં રાખીને રચાયેલો ‘મહીસાગર શિક્ષા સરિતા’ પ્રકલ્પ જિલ્લાની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા, નવીનતા અને પરિણામલક્ષી અભિગમ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

REPOTER : કાનજી ધામોત મહીસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here