મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. . એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોચ તપાસમાં રહેલ.

જે દરમ્યાન એ.એસ.આઇ. ભવાનજી બાલાજી તથા આ.હે.કો. મહિપાલસિંહ ઉમેદસિંહ નાઓને સંયુકત બાતમી મળેલ એક સફેદ કલરની કિયા સેલ્ટોસ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાન તરફથી પાંડરવાડા થઇ બાબલિયા ચોકડી તરફ જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો બાકોર પો.સ્ટે વિસ્તારના ગાંધીયાનામુવાડા ગામ પાસે ખાનગી વાહનોમાં વોચમાં રહેલ દરમ્યાન બાતમી મુજબની સફેદ કલરની કિયા સેલ્ટોસ ગાડી આવતા સ્ટાફના માણસોએ રસ્તા પર વાહનોની આડાશ કરી ગાડી રોકી લીધેલ તથા ગાડી ચાલક તથા તેની બાજુની સીટમાં બેસેલ ઇસમને ઝડપી લીધેલ. બાદ સદર ગાડી પંચો રૂબરુ ચેક કરતા ગાડીમાં વિદેશી દારૂની બોટલો હોવાનુ જણાવી આવતા ગાડીને પોલીસ જાપ્તા સાથે બાકોર પોલીસ સ્ટેશન લાવી વધુ ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ ૧૩૫ કુલ રૂ. ૦૪,૬૦,૬૨૨/- નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ કુલ રૂ. ૧૨,૯૫,૬૨૨/-નો મળી આવેલ જે અંગે બાકોર પોસ્ટે ખાતે પ્રોહીબીશનનો ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
પકડાયેલ આરોપી- (૧) અમન રમેશ યાદવ રહે.ગામ.ગલીયાકોટ બોરાકોલોની જુઇતલાઇ થાના ચીતરી તા.ગલીયાકોટ, જી.ડુંગરપુર રાજસ્થાન(ર) દિક્ષીત જીવરાજ યાદવ રહે.ગામ.ગલીયાકોટ બોરાકોલોની જુઇતલાઇ થાના. ચીતરી તા.ગલીયાકોટ જી.ડુંગરપુર રાજસ્થાન….
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી….. મહીસાગર……

