રાજ્ય તથા દેશભરમાં પ્રાકૃતિક કૃષિ થકી આર્થિક પરિસ્થિતિ ખેડૂતોની ઉન્નત બને અને તેના થકી રાજ્યના પ્રત્યેક નાગરિકનું આરોગ્ય સ્વસ્થ અને તંદુરસ્ત બને તે માટે વિશેષ ભાર આપીને તેમજ પ્રાકૃતિક કૃષિનો રાજ્યના ખેડૂતોમાં વ્યાપક ફેલાવો થાય અને અસરકારક અમલીકરણ થાય તે દિશામાં હાલમાં માનનીય રાજ્યપાલશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશોનું જિલ્લામાં સરળતાથી વેચાણ થઈ શકે તે આશયથી તાલુકા સ્થળે તેમજ જિલ્લા ખાતે જુદાજુદા વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી અને તેની ઉપજ માટેના વેચાણ કેન્દ્ર ચાલુ કરવામાં આવેલા છે જેમાં આજે મહીસાગર જિલ્લાના જિલ્લા કક્ષાએ જિલ્લા કોર્ટની બાજુમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમની ખેતપેદાશો સીધા ગ્રાહકોને વેચી શકે તે માટે પ્રાકૃતિક વેચાણ કેન્દ્રના સ્ટોલ ઉભો કરાવવામાં આવ્યો હતો જેમાં એ સ્ટોલના વેચાણ કેન્દ્રમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

પ્રાકૃતિક ખેતી નું વેચાણ કરતા ગણપતસિંહ પરમારએ પોતાની ખેત પેદાશો અને પ્રાકૃતિક અનાજ તેમજ શાકભાજીનું અને ઘનજીવામૃત નું વેચાણ કર્યું હતું . ગ્રાહકો પણ આ વેચાણ કેન્દ્ર આવીને પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરવામાં આવેલા પેદાશોનું ખરીદી કરી હતી તેમજ ગ્રાહકો દ્વારા અન્ય પ્રાકૃતિક પેદાશોની જરૂરિયાત માટે ઓર્ડર પણ તેમણે પ્રાકૃતિક ખેતી નું વેચાણ કરતા હોય એવા ખેડૂતોને નોંધાવ્યા હતા જણાવ્યા હતા.
આ કાર્યક્રમમાં DRDA નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર દ્વારા લુણાવાડા પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર જિલ્લા પંચાયત રોડ ખાતે મુલાકાત લીધી અને ખરીદી પણ કરી હતી.
REPORTER : સંદીપ દેવાશ્રયી… મહીસાગર….

