GUJARAT : મહીસાગર જિલ્લામાં “પોષણ ઉત્સવ-૨૦૨૫” ની ભવ્ય ઉજવણી

0
95
meetarticle

મહીસાગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ ઉત્સવ-૨૦૨૫”ની ઉજવણી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદાયમાં પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં પોષણને લગતા સૂત્રો સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન, આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓ જેવા કે સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ, અને ૬ માસથી ૩ વર્ષના બાળકોને સરકાર દ્વારા વિનામૂલ્યે ટેક હોમ રાશન (THR) વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મિલેટ (શ્રી અન્ન) અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ વાનગીઓ બનાવનાર પ્રથમ ત્રણ સ્પર્ધકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં, લાભાર્થીઓ દ્વારા મિલેટ્સ (જાડા ધાન્ય), કઠોળ, સરગવો, મેથી, પાલકભાજી અને અન્ય ધાન્યોનો ઉપયોગ કરીને સુંદર પોષણ રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ, મુખ્યસેવિકા, પોષણ અભિયાનના સ્ટાફ, પાપા પગલી કાર્યક્રમના સભ્યો, આરોગ્ય સ્ટાફ અને સરપંચશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પણ વાનગી નિદર્શનમાં ભાગ લેવામાં આવ્યો હતો.
આ ઉજવણી દ્વારા, પોષણયુક્ત આહારનું મહત્વ અને તેની જરૂરિયાત અંગે લોકોમાં સકારાત્મક જાગૃતિ ફેલાવવામાં આવી હતી, જે ભવિષ્યમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here