મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના એક મહત્ત્વપૂર્ણ માર્ગ, સીમલીયા વડદલા રસ્તાની રીસર્ફેસિંગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. કમોસમી અને વધારે વરસાદ ને કારણે બિસ્માર હાલતમાં રહેલા આ રસ્તાનું સમારકામ શરૂ થતાં આસપાસના ગામોના રહેવાસીઓ અને મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તાની ગુણવત્તામાં સુધારો કરીને તેને ટ્રાફિક માટે વધુ સલામત અને સુગમ બનાવવાનો છે, જેનાથી લુણાવાડા તાલુકાના આ વિસ્તારના નાગરિકોને દૈનિક અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને સમયની પણ બચત થશે.

આ રીસર્ફેસિંગ પ્રોજેક્ટમાં અદ્યતન ટેક્નોલોજી અને ઉચ્ચ ગુણવત્તાવાળા મટીરીયલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી રસ્તો લાંબા સમય સુધી ટકાઉ રહે. માર્ગ અને મકાન વિભાગે ખાતરી આપી છે કે કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂરી કરવામાં આવશે. આ રોડનું રીસર્ફેસિંગ પૂર્ણ થતાં સીમલીયા અને વડદલા સહિત આજુબાજુના ગામો વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે, જે કૃષિ ઉત્પાદનોના પરિવહન અને વેપાર-ધંધા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
REPOTER : વીરભદ્ર સિંહ સીસોદીયા

