મહીસાગર જિલ્લામાં તારીખ ૨૮ ઓક્ટોબરથી તા.૧ જાન્યુઆરી ૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ-૨૦૨૬ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના તમામ બુથ લેવલ ઓફિસર દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીમાં એન્યુમેરેશન (ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરવામાં આવશે અને ભરેલ ફોર્મ પરત જમા લઈ ઓનલાઈન અપલોડ કરવામાં આવશે.

જેના ભાગરૂપે “કોઇ લાયક મતદાર રહી ન જાય, સઘન સુઘારણાનો અવસર વહી ન જાય” અંર્તગત જિલ્લાની ત્રણેય વિઘાનસભા મતવિભાગમાં હાલના સમયગાળામાં હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ (EF) ૫રત લેવાની અને તેને ઓનલાઇન કરવાની કામગીરી જિલ્લામાં જે BLO એ સમયમર્યાદા કરતાં વહેલા તા.૨૦/૧૧/૨૦૨૫ સુધીમાં કામગીરી પૂર્ણ કરેલી તેઓને આજ રોજ જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર અર્પિત સાગર ઘ્વારા રૂબરુમાં ઉત્કુષ્ટ કામગીરી બદલ સન્માન કરીને તે અંગેનું પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ.
જેમાં ૧૨૧-બાલાસિનોર વિઘાનસભા મતવિભાગમાં-૦૧, ૧૨૨-લુણાવાડા વિઘાનસભા મતવિભાગમાં-૦૨ તથા ૧૨૩-સંતરામપુર (અ.જ.જા) વિઘાનસભા મતવિભાગમાં-૦૨ એમ કુલ-૦૫ BLO નું આજ રોજ સન્માન કરવામાં આવેલ છે. જેથી જિલ્લાના અન્ય BLOશ્રી ને ૫ણ ઝડપી અને સારી કામગીરી માટે પ્રોત્સાહન મળી રહે.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા મહિસાગર

