GUJARAT : મહીસાગર જિલ્લા પોલિસ વડા સફિન હસન દ્વારા વિજયાદશમીના અવસરે પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે શસ્ત્ર પૂજન

0
37
meetarticle


શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે.

ત્યારે આજે વિજયાદશમીના પાવનપર્વે મહીસાગર જિલ્લા પોલિસ વડા સફિન હસન દ્વારા આ પરંપરા આગળ ધપાવતા સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું.

તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.

આ પ્રસંગે નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક કમલેશ વસાવા સહિત પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : વીરભદ્ર સિંહ સીસોદીયા લુણાવાડા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here