મહીસાગર LCB એ ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી રૂ 7,09,120 ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.એક આરોપીને પણ રૂ 12,14,120 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.આ કાર્યવાહી જીલ્લા પોલીસ વડા સફીન હસનની પ્રોહીબીસન વિરોધી કામગીરી કરવાની સુચના બાદ કરવામાં આવી હતી

LCB પીઆઈ એમ.કે.ખાટના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા જીલ્લામાં પ્રોહિબીસન વોચ તપાસ હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન ASI કૃષ્ણકુમાર અને હેડ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ ને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મહેન્દ્રા XUV 500 ગાડીમાં રાજસ્થાન થી વિદેશી દારૂ નો જથ્થો ડીટવાસ થઈ હાઈવે તરફ જવાનો છે.આ ચોક્કસ બાતમીના આધારે LCB સ્ટાફે ડીટવાસ પોલીસ સ્ટેશન નજીક ખાનગી વાહનોમાં વોચ ગોઠવી હતી પુનાવાડા રોડ તરફથી બાતમી મુજબની XUV આવતા તેને રોકવામાં આવી હતી અને ગાડી ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો . ગાડીની તપાસ કરતા તેનાં અલગ અલગ ભાગોમાં છુપાયેલી કાચની નાની મોટી 190 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
જપ્ત કરાયેલા દારૂ ની કુલ કિંમત રૂ 7,09,120 અંદાજવામાં આવી છે.દારૂ અને અન્ય મુદામાલ સહિત કુલ રૂ 12,14,120 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પકડાયેલા આરોપી નું નામ વિરેન્દ્રસિંહ કિશનસિંહ રાજપૂત છે.જે મુળ અલવર (રાજસ્થાન) નો રહેવાસી છે. અને હાલ વડોદરાના બાજવા ખાતે રહે છે.આ અંગે ડીટવાસ પોલીસ સ્ટેશન માં પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી આવી છે.
રિપોર્ટર: સંદીપ દેવાશ્રયી, મહીસાગર……

