તાજેતમાં સંયુક્ત હરિ ટિસ્ટ આર્ટ ગ્રુપ,આર્ટ ડે ફોટો અને નેશનલ આર્ટિસ્ટ એશોસીશન ના સંયુક્ત ઉપક્રમે,હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નગર ગામમાં ધ ઇન્ટરનેશનલ રોરિચ આર્ટ ગેલેરી ખાતે “શરદ” નામનું એક કલા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બુધવારથી શરૂ થયેલા આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં દેશભરના ચિત્રકારો, ફોટોગ્રાફરો અને કલાકારો ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં શરદ કાલ કલાનો સંગમ જોવા મળ્યો હતો. આ કલા પ્રદર્શન માં મહેર સમાજના પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય કલાકાર આર્ટિસ્ટ સોનલ ઓડેદરા નો હિન્દી કવિતા સંગ્રહ, “જીવન કી રાહેં”, પુસ્તકનું વીમોચન પણ મહાનુભાવો ની ઉપસ્થિત માં કરવામાં આવ્યું હતું.

મુળ પોરબંદરના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા સોનલ ઓડદરા, જે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ હોવા સાથે હિન્દી સાહિત્યનો પણ ખૂબ શોખ ધરાવે છે. પોતાના શોખને ઉજાગર કરતી કવિતાઓના સંગ્રહની બુક “જીવન કી રાહેં”, પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું. આ બુક લોન્ચ ઇવેન્ટ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નગર ગામમાં ધ ઇન્ટરનેશનલ રોરિચ આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું. ઇન્ડીયન ક્યુરેટર સુરેશકુમાર નડ્ડા, રશિયન ક્યુરેટર લારિસ સરગીના, આર્ટ ડે ફોટોના ફાઉન્ડર અને નેશનલ આર્ટિસ એસોસિએશનના કો ફાઉન્ડર અતુલ પડિયાના શુભ હસ્તે આ બુકનું લૉન્ચ કરવામાં આવ્યું.
“જીવન કી રાહેં”, પુસ્તકમાં લેખિકાએ જીવનના ઉતાર–ચઢાવ, અનુભવો અને દરેક પરિસ્થિતિની સામે કેમ ઊભું રહેવું તે જણાવ્યું છે. આ બુકમાં જીવનની દરેક પરિસ્થિતિમાંથી ઝઝૂમ્યા બાદ મહાદેવની ભક્તિના માર્ગે જઈ કેદારનાથ સુધીની સફર, મહાદેવના પ્રતાપે જીવનમાં થયેલા ચમત્કારો નો સાર છે. લેખિકાએ આ બુક પોતાના પિતાજી રામભાઈ કેશવાલા, જેમના સંસ્કારોએ જીવન જીવવાનો સાચો રસ્તો બનાવ્યો છે તેમણે સમર્પિત કરી છે.જેમના પાસેથી તેમને જીવન જીવવાની પ્રેરણા મળી હતી. આ બુકમાં અણધારી આફતમાં મળેલા પિતાના સાથે અને માતા પ્રત્યેનો પ્રેમ ઝલકાઈ આવે છે. સોનલબેન ની આવી જ “જીવન કી રાહેં”, પુસ્તકમાં આત્માથી શિવ સુધીની સફર થી વાચકોને ઘણું શીખવાડશે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

