મહેસાણાના વિસનગર રોડ પર અનુપ માર્કેટમાં શરમજનક ઘટના બની છે જેમાં લેડીઝ વોશરૂમમાં ઘૂસીને નરાધમે છેડતી કરી હોવાની વાત સામે આવી છે અને નરાધમે 10 વર્ષીય બાળકી સાથે અડપલા પણ કર્યા હતા, સમગ્ર ઘટનામાં મહેસાણા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નરાધમે 10 વર્ષીય બાળકી સાથે કર્યા અડપલાં
મહેસાણામાં ટ્યુશન ક્લાસીસના વોશરૂમમાં બાળકીની છેડતી થઈ હોવાની વાત સામે આવી છે, નરાધમે બાળકીનું પેન્ટ ઉતારીને તેની સાથે છેડતી કરી હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે લોકો ઉમટી પડયા હતા અને છેડતી કરનાર ફરાર થયો હતો અને સમગ્ર ઘટનામાં હજી આરોપી તો પોલીસ પકડની બહાર છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે અને ટૂંક સમયમાં આરોપી પોલીસની ઝપેટમાં આવી જશે તેવી વાત સામે આવી છે.
વિસનગર રોડ પર આવેલા અનુપ માર્કેટમાં બની શરમજનક ઘટના
મહાશક્તિ સોસાયટીમાં રહેતા શખ્સ સામે ગુનો નોંધાયો છે અને મહેસાણા એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. વિસનગરમાં આવી ઘટના લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે, અને બાળકી એકલી હતી તે વખતે તેની એકલતાનો લાભ લઈને આ કૃત્ય કર્યુ હોવાની વાત સામે આવી છે. સમગ્ર ઘટનામાં બાળકીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી છે અને બાળકીની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.

