સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મહેસાણા-અમદાવાદ બાયપાસ હાઈવે પર ઉપાસના સર્કલ અંડર બ્રિજ પાસે એક ટ્રકમાં દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.

બુટલેગરોએ દારૂ છુપાવવા માટે ટ્રકમાં ગ્રેનાઈટ પાવડરની ૨૦૦ ગુણીઓ ભરી હતી, જેની નીચેથી પોલીસને વિદેશી દારૂની કુલ ૨૫,૭૪૭ બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹૯૪.૬૦ લાખ અને ટ્રક સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹૧,૦૯,૮૭,૫૩૬/- આંકવામાં આવી છે. SMC એ સ્થળ પરથી રાજસ્થાનના બાડમેરના ટ્રક ચાલક ભજનલાલ રત્નારામ બિશ્નોઈની ધરપકડ કરી છે. આ કેસમાં દારૂનો સપ્લાયર હિતેશ સુથાર (રહે. જાલોર), ટ્રક માલિક, સ્વિફ્ટ કારનો ચાલક અને દારૂનો જથ્થો મંગાવનાર રીસીવર સહિત અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહેસાણા ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

