માણાવદર તાલુકાના નાકરા ગામે રહેતા સૌનિકકુમાર સુરેશભાઈ પાનસેરીયાએ નાકરા ગામના રહેવાસી પ્રફુલભાઈ કાળાભાઈ વેગડાને મીત્રતાના સબંધની રૂએ તેઓને કૌટુંબીક કામ સબબ રૂા.2 લાખ અંગે રૂપિયા બે લાખ પુરા હાથ ઉછીના આપેલ હતા. જે રકમની આરોપી પાસેથી ફરીયાદીએ રૂા.2 લાખ અંકે રૂપિયા બે લાખ પુરા માંગણી કરતા આરોપીએ તેમના એચડીએફસી બેંક માણાવદર શાખાના ચેક આપેલ.

જે ચેક ફરીયાદીએ તેમના બેંક ખાતામાં જમા કરાવવા રજુ કરતા અપુરતા નાણા હોવાના કારણે ચેક રીટર્ન થતા માણાવદર કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરેલ હતો. જે કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પ્રફુલભાઈ કાળાભાઈ વેગડાને 2 વર્ષની સાદી કેદ તથા ચેકની ડબલ રકમનો દંડ રૂા.4 લાખ પુરા ફરીયાદી સૌનિકકુમારને વળતર પેટે ચુકવવા માટે માણાવદરના જયુ.ફ.ક.એ હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે મયુર આર. શીંગાળા રોકાયેલા હતા.
અહેવાલ : જીજ્ઞેશ પટેલ માણાવદર
