વડગામા તાલુકાના પિલુચા પેરામાઉન્ટ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. જેમાં પેરામાઉન્ટ સ્કૂલના મેનેજીંગ ડાયરેક્ટર હયાતખાન બિહારી,આચાર્ય સુધા બેન દેસાઈ અને ટિમ પેરા માઉન્ટ દ્વારા પીલુચા સ્થિત આવેલા રિવર રિસોર્ટ ખાતે રાસ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈંગ્લીશ મિડીયમ સ્કૂલના ધો 1 થી 5 ના બાળકો,વાલીઓ હાજર રહી ગરબે ઘૂમ્યા હતા. માતાઓ અને બાળકો મા ગરબાનો આનંદ છવાઈ ગયો હતો. ત્યારે આ નવરાત્રી મહોત્સવ મા અતિથિ વિષેશ તરીકે ગિરીશ ભાઈ પરમાર ચેરમેન સ્પોર્ટ્સ એકેડમી બનાસકાંઠા,મુકેશ ભાઈ મોઢ આચાર્ય શાહ. કે. એચ. હાઈસ્કૂલ પીલુચા, અમ્રત ભાઈ દેસાઈ સરપંચ ગ્રામ પંચાયત ભૂખલા સહિત મહેમાનો હાજર રહ્યા હતા. ત્યારે સ્કૂલ દ્વારા શ્રેષ્ટ ગરબા તેમજ શ્રેષ્ટ પોશાક માટે માતાઓ તેમજ બાળકો ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ શાળા મા પાયા થી જોડાયેલા ભૂતપૂર્વ શિક્ષક પ્રકાશ ભાઈ ચૌધરી નું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

REPORTER : દિપક પુરબીયા

