સરકાર દ્વારા ચોક્કસ વસ્તુમાં જી.એસ.ટી. રેટ ઘટાડી દેવાના સ્વાભાવિક ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. વાહનો પરનો જી.એસ.ટી. દર ૧૦- ટકા ઘટતાની સાથે ભાવનગર જિલ્લામાં વાહન ખરીદીમાં અધધ માગ એક મહિનામાં ૧૦ ટકા સુધીથી વધુ ખરીદી રજીસ્ટર થવા પામી હતી અને દર ઘટવાની સાથે દિવાળીના તહેવારના સંગમથી હજારો પરિવારોએ વાહન ખરીદીને પ્રાધાન્ય આપ્યુ હતું.

અગાઉ વાહન ખરીદી પર૨ ૮ ટકા જીએસટી દર લાગુ હતો જેમાં સરકારે સુધારો કરી ૨૯ ટકા એટલે કે ૧૦ ટકા જીએસટી દર ઘટાડતા વાહનોની કિંમતમાં પણ ગાબડુ પડયું હતું અને લોકોએ પણ આ ૧૦ ટકાનો લાભ મેળવવામાં પાછી પાની કરી નહતી. ૧૦ ટકાના ગટાડાની સાથો સાથ દશેરા, દિવાલીના તહેવારોને લઈ અમથી પણ ખરીદી વધતી હોય ભાવનગર જિલ્લામાં આ બેવડા લાભ લેવા ગ્રાહકોથી વાહનોના શોરૂમ ઉભરાયા હતા. આર.ટી.ઓ.ના આકડા મુજબ ગત માસ સપ્ટેમ્બરમાં વિવિદ ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ કે હેવી વાહનો મળી કુલ ૨૮૦૧ વાહનનું રજીસ્ટ્રેશન નોંધાયું હતું જ્યારે જી.એસ.ટી. ઘટતા અને દિવાળીના તહેવારનો સમન્વય થતા ઓકટોબરમાં આ ખરીદી ૧૦૦૨૬ સુધી પહોંચ્યુ ંહતું. આમ માત્ર એક જ મહિનામાં વાહન ખરીદીમાં તેજી નીકળી ૧૦ ગણી વધુ ખરીદી ભાવનગર વાસીઓએ કરી છે. જેમાં સૌથી વધુ ખરીદી થઈ હોય તો તે મોટર સાયકલ સ્કુટરની નોંધાઈ છે. ગત માસમાં ૧૪૮૨ મોટર સાયકલ રજીસ્ટ્રેશન સામે ચાલુ માસમાં ૮૨૫૮ નવા મોટર સાયકલ સ્કુટરની ખરીદી થવા પામી છે. સામાન્ય રીતે નોકરીયાત, ઓફીસ વર્ક કરનારા કે વેપારી માટે મોટર સાયકલ (બાઈક) સ્કુટર મહતમ ઉપયોગી બનતા હોય છે જેને લઈ આ વાહનની કરીદીમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે.

