હમણાં થોડા સમય પહેલા અમદાવાદ ના મક્તમપુરા વિસ્તાર માં ડમ્પિંગ સાઇટ ની મંજૂરી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશન ની દક્ષીન પચ્છિમ ની કચેરી ખાતે મોટી સંખ્યા માં સ્થાનિકો દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિરાંત પરીખ દ્વારા સ્થાનિકો ને ડમ્પિંગ સાઇટ અન્ય જગ્યા એ ખસેડવા માટે ની બાયધરી આપવામાં આવેલ હતી.

પરંતુ હજુ પણ કોર્પોરેશન દ્વારા ડમ્પિંગ સાઇટ અન્ય સ્થળે ખસેડવા લેખિત માં કોઈ પરિપત્ર કરવામાં આવેલ નથી.તેને ધ્યાન માં રાખી સ્થાનિકો દ્વારા તેમના વિસ્તાર ને સ્વચ્છ રાખવા અને લોકો ને જાગૃત કરવા એક સ્વચ્છતા ઝુંબેશ ના ભાગરૂપે એક રેલી નું આયોજન કરવામાં આવેલ છે.આ રેલી ગ્યાસપુર મેટ્રો સ્ટેશન થી સરૂ થઈ લગભગ ૪ કિલો મીટર મકતમપુરા ના અલગ અલગ વિસ્તારો માં ફરી લોકો ને સ્વછતા અંગે જાગૃતિ આપશે.આ રેલી પદયાત્રા ના રૂપ માં હશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવું આધારભૂત સૂત્ર દ્વારા જાણવા મળેલ છે.આ રેલી માટે જરૂરી પોલીસ પરમિશન સ્થાનિકો દ્વારા લેવાની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે.આ રેલી માં મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે સ્થાનિક આગેવાનો જેવા કે પ્રો.આઈ.એચ.કાદરી,એઝાઝભાઈ,સમીર મનસૂરી,ફિરોઝ બેલીમ,યુનુસ મન્સૂરી,સરફરાઝ ચૌહાણ સાથે સોસિયલ વર્કર શુભમ ઠાકર,જીતેન્દ્ર ઉપાધ્યાય,જીતેન્દ્ર કલાલ,ભગીરથ પલસાણા,આનંદ ગોસ્વામી તથા તેમની ટીમ જોડાશે.આ રેલી એ મક્તમપુરા વિસ્તાર ના લોકો ની એકતા અને અખંડિતતા માટે ની પણ રેલી છે.આ રેલી ને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો છેલ્લા ૧૫ દિવસ થી સોસાયટીઓ માં જઈ લોકો ને સ્વછતા માટે જાગૃત કરી રહ્યા છે અને રેલી માં જોડાવવા માટે અપીલ કરી રહ્યા છે.
