GUJARAT : મોટી કુંકાવાવ માં નવનિર્મિત એસ.ટી બસ સ્ટેન્ડ પોઇન્ટ નું લોકાર્પણ કરતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી…

0
40
meetarticle

મોટી કુંકાવાવ ખાતે આજે સાંજે 4:30 કલાકે અમરેલી રોડ પર આવેલા નવાં એસટી બસ સ્ટેશન પોઈન્ટ નું કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન,મત્સ અને પ્રોટોકોલ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું.


આ કાર્યક્રમમાં સૌ પ્રથમ આવેલ અધિકારીઓ તેમજ રાજકીય મહાનુભાવો નું વાજતે ગાજતે ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ સુંદર સામૈયા સાથે કુમકુમ તિલક કરી મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ નવા બસ સ્ટેન્ડ નું દિપ પ્રાગટય કરી લોકાર્પણ કરવામાં આવેલ હતું સાથે સાથે ધારી તેમજ બગસરા ના વર્કશોપ નું પણ ઈ ભૂમિ પૂજન ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત તમામ રાજકીય મહાનુભાવો તેમજ અધિકારીશ્રી ઓનું થી પુષ્પ ગુચ્છ થી સ્વાગત તેમજ સ્મૃતિ ચિત્ર આપી તેઓને લાગણી સભર આવકારેલ હતા.આજ ના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો ની પણ જુજ ઉપસ્થિતિ રહેલ હતી.


આ પ્રસંગે રાજ્ય કક્ષાના કાયદા ન્યાય અને ઉર્જા પેટ્રો કેમિકલ્સ વૈધાનિક અને સંસદીય બાબતો ના મંત્રી એવા કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારી ના ધારાસભ્ય જે.વી કાકડિયા, અમરેલી કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પી.બી પંડ્યા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એચ.ડી.એમ બગસરા કમલેશભાઈ નંદા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, કુંકાવાવ માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલભાઈ અંટાળા, તાલુકા ભાજપ પ્રમુખ પરશોત્તમભાઈ હિરપરા, કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી(ફૌજી )વડીયા સરપંચ મનીષભાઈ ઢોલરીયા. તેમજ એસ ટી વિભાગ અમરેલી ના ચીફ મેનેજર આર.ડી ગલચર, વિભાગીય નિયામક બી.ટી.પટેલ, વિભાગીય પરિવહન અધિકારી એચ એન ખાંભલા, વિભાગીય યાંત્રિક ઇજનેર કે જે મહેતા, અમરેલી ડેપો મેનેજર એચ.એન દવે, બાંધકામ ઈજનેર એચ.આર મોરધરા, ઉના ડેપો મેનેજર વી.એમ મકવાણા, અમરેલી એસ.ટી આંકડા અધિકારી એસ.આઈ અપારનાથી, સુરક્ષા અધિકારી જે.વી માંકડીયા ,ડેપો મેનેજર ધારી એમ.એમ દાદુ, સહિત ના અધિકારીઓ,એસટી નિગમ માન્ય ત્રણેય યુનિયન ના પ્રમુખ ની વિશેષ ઉપસ્થિત રહેલ હતી.
પ્રાસંગિક ઉદબોધન માં સરકાર ની વિકાસલક્ષી યોજનાઓ,ખેડુત લક્ષી તેમજ પ્રજાલક્ષી રોડ રસ્તાઓ, છેવાડાના વિસ્તારોમાં નર્મદાના મીઠાનિર ની કામગીરી તેમજ કમોસમી વરસાદ થી પાક સહાય યોજના તેમજ ફાસ્ટ માં ખેડુતો ને સહાય પેકેજ જાહેર થયું તે બાબત પર વાત કરવામાં આવેલ.સરકારશ્રી તરફ થી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે ફાળવેલી ગ્રાન્ટ ની રકમ થી પણ સૌને પરીચીત કરાવવામાં આવેલ હતા.
સુંદર નવ નિર્મિત એસ ટી બસ પોઈન્ટ નું આજે લોકાર્પણ થતાં ગ્રામજનો માં પણ એક અનેરી ખુશી સાથે આનંદ ની લાગણી જોવા મળી રહી છે.
“અંત સુધી સૌ સાથે રહ્યા લઈ લાગણીઓ અપાર, અંતઃકરણથી માનીએ સૌનો ખૂબ ખૂબ આભાર..”ના શેર સાથે સમગ્ર કાર્યક્રમ નુ સુંદર સ્ટેજ સંચાલન ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ હતું ત્યારે કુંકાવાવ ગ્રામ પંચાયત ટીમ ની પણ સુંદર કામગીરી જોવા મળી હતી.

અહેવાલ: પ્રકાશ વઘાસિયા કુંકાવાવ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here