GUJARAT : મોદી સરકારે ભારતને આત્મનિભરના સ્થાને અમેરીકા નિર્ભર બનાવી દિધું:

0
19
meetarticle

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનિકજીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખેડુતો હેરાન છે, મહિલા સાથે ઉત્પીડન થઈ રહ્યું છે,યુવાનો ગરીબો છે,બેરોજગારી માંજા મુકી ગઈ છે ,ભ્રષ્ટચાર ચરમ સીમાએ છે પંરતુ ભુપેન્દ્ર પટેલની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર કુંભકર્ણની નિદ્રામાં છે. નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર કરવાને બદલે ભારતને અમેરીકા નિર્ભર બનાવી દિધો છે.

અમરીકા ભારત સાથે ટેરિફ ડિલ કરી. આ ટ્રેડ ડિલ પ્રમાણ અમેરિકાએ ભારત પર 18 ટેરિફ લગાડ્યો જ્યારે ભારતે અમેરીકા પર શુન્ય ટેરિફ લગાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ત્યા સુધી સંઘર્ષ કરશે જ્યા સુધી ગુજરાત માંથી ભૂપેન્દ્ર પટેલની સરકારને સતામાંથી દૂર ન કરી દઈએ.
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં જન આક્રોશ સભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કમૌસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં ૧૧૦૦ કિલોમીટરની સોમનાથ થી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ઢીમા થી બહુચરાજી ની ૧૩૦૦ કિલોમીટર જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ફાગવેલ થી કંબોઈ ગામ સુધીની ૧૪૦૦ કિલોમીટરની જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી ભાજપ સરકારના શાસનમાં સામાન્ય લોકોના જીવનમાં ભય, અન્યાય અને તકલીફો વધી છે. રાજ્ય આજે વિકાસના દાવાઓની પાછળ છુપાયેલા કડવા સત્યનો સામનો કરી રહ્યું છે. ગુજરાતની પ્રજાએ વિશ્વાસ અને આશાભેર સરકારને બહુમતી આપી હતી, પરંતુ આજે લોકો રોજગાર, ખેતી, શિક્ષણ, આરોગ્ય અને સલામતી જેવી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે. દરેક ગામમાં મનરેગા અને નલ સે જલ યોજનાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર જોવા મળે છે. ભાજપના નેતાઓએ નલ સે જલ યોજના ને નળ સે ધન યોજના બનાવી દીધી છે. આદિવાસી યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે, ખેડૂતો દેવામાં ડૂબ્યા છે, મહિલાઓની સુરક્ષા જોખમમાં છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે,વન વિભાગના અધિકારીઓ દ્વારા આદિવાસી શ્રમિકો પર સતત અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જે લોકો પેઢીઓથી જંગલને પોતાનું ઘર માને છે, જંગલ પર જ જીવિકા ચલાવે છે, એ જ લોકોને આજે જંગલમાં પ્રવેશ કરતા રોકવામાં આવે છે. ભાજપ સરકાર કમિશન ખોર સરકાર છે. તડકેશ્વરમાં પાણીની ટાંકી તુટીએ તમે કોન્ટ્રકટરે કમલમમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.ડબલ એન્જીનની સરકારે ખેડુતો સાથે સહાય પેકેજના નામે ખુલ્લી મશ્કરી કરી રહી છે.કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે પાક નિષ્ફળ જવાની આફત આવે છે, ત્યારે સરકાર દ્વારા મોટા ઉપાડે કરોડો રૂપિયાના ‘સહાય પેકેજ’ની જાહેરાતો તો કરવામાં આવે છે.
ગાંધીનગર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, બનાસકાંઠાનાં સાંસદશ્રી ગેનીબેન ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી જીગ્નેશ મેવાણી, ડૉ.ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, એઆઈસીસીના મંત્રીશ્રી રામકિશન ઓઝા, શ્રી શુભાષીની યાદવ, શ્રી દેવેન્દ્ર યાદવ, શ્રી બી વી શ્રીનિવાસ, પૂર્વ સાંસદ એમિબેન યાજ્ઞિક, એનએસયુઆઈનાં પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી ડૉ.પ્રવીણ વણોલ, સેવાદળના પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રગતિબેન આહિર, પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, જીલ્લા-શહેરના પ્રમુખશ્રીઓ, વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રી, આગેવાનો વિશેષ ઉપસ્થિત રહીને જનતાના મુદ્દાઓ ઉપર સાથે મળીને લડતનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનો સહિત જેમના મકાન પર બુલ્ડોજર ફેરવવામાં આવ્યાં છે તેવા બેઘર પરિવાર, આરોગ્ય કર્મચારીઓના ચાર-ચાર મહિનાથી પગાર ન થયા હોય તેવા કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ-કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(ડૉ. હિરેન બેન્કર)
પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here